ફિલ્મ જગત
News of Wednesday, 18th July 2018

ફિલ્મ બ્રહ્માસ્ત્ર સાથે જોડાયું વધુ એક અભિનેત્રીનું નામ: સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની પત્નીનો રોલ ભજવશે

મુંબઈ: કરણ જોહરની ફેંટેસી એડવેંચર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં અભિનેતા રણબીર કપુર અને આલિયા ભટ્ટ ઉપરાંત સાઉથના સ્ટાર નાગાર્જુન પણ નજરે પડવાનો હોવાના અહેવાલ હાલમાં પ્રકાશિત થયા હતા. ત્યારે હવે ફિલ્મ સાથે બોલીવુડની એક જમાનાની પ્રતિષ્ઠિત અભિનેત્રીનું નામ જોડાઈ ગયુ છે. એક સમાચાર પત્રએ કરેલ દાવા મુજબ કરણ જોહરની બહુચર્ચિત ફિલ્મમાં અભિનેત્રી ડિમ્પલ કાપડીયા પણ નજરે પડવાની છે. છેલ્લા કેટલાક સમયથી નેશનલ એવોર્ડ જીતી ચુકેલ ડિમ્પલ ફિલ્મોમાં જોવા નથી મળી. પહેલા તે કોમેડી ફિલ્મ ફાઈંડિગ ફેન્નીમાં નજરે પડી હતી, જેમાં તે દીપિકા પાદુકોણની સાસુ રોઝીની ભૂમિકામાં જોવા મળી હતી. 

 

ત્યારબાદ તે અનીસ બઝમીની ફિલ્મ વેલકમની સિક્વલ વેલકમ બેકમાં પણ નજરે પડી હતી. હાલમાં કરણ જોહરે એક ફોટો જાહેર કર્યો હતો જેમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ જોવા મળી હતી. બ્રહ્માસ્ત્રનું ડાયરેક્શન અયાન મુખર્જી સંભાળી રહ્યા છે અને ફિલ્મમાં રણબીર કપુર એક સુપરહિરોની ભૂમિકામાં જોવા મળશે. માનવામાં આવી રહ્યુ છે કે, ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. હાલ ફિલ્મનુ બીજા ભાગનુ શુટિંગ બુલ્ગારીયામાં ચાલી રહ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, બ્રહ્માસ્ત્રની સાથે ડિમ્પલ કાપડિયાનુ નામ જોડાતા ફિલ્મને લઈ દર્શકોની આતુરતામાં વધારો થયો છે. એક સુત્રએ જણાવ્યુ કે, ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા, નાગાર્જુનની ઓપોઝિટમાં જોવા મળશે. 

(4:38 pm IST)