ફિલ્મ જગત
News of Wednesday, 18th July 2018

કેન્સરની સારવાર વચ્ચે ઇરફાન ખાને ફિલ્મ કરી સાઈન : જલ્દી બોલીવુડમાં કરશે કમબેક

મુંબઈ :બોલિવૂડ એક્ટર ઈરફાન હાલમાં લંડનમાં ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમરની બિમારીની સારવાર કરાવી રહ્યા છે. ત્યારે ઈલાજ વચ્ચે જ તેણે એક નવી ફિલ્મ સાઈન કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈરફાન ખાને સૂજીત સરકારની એક ફિલ્મ સાઈન કરી છે. જો કે ફિલ્મનું શુટિંગ ક્યોરે શરુ થશે તેની માહિતી મળી શકી નથી. પરંતુ હવે ઈરફાન ખાન જલ્દી જ કમબેક કરે તેવી શક્યતા છે.

(11:35 am IST)