ફિલ્મ જગત
News of Wednesday, 18th July 2018

ફરી 'કસોટી જિંદગી કી': એરિકાને પ્રેરણાનો રોલ

સ્ટાર પ્લસ પર એકતા કપૂર પ્રેમ કહાની 'કસોટી જિંદગી કી'ને રોમાન્સના નવા રંગરૂપ સાથે ફરીથી રજૂ કરવાની છે. આ શો તમામ સફળ શો પૈકીનો એક છે. નસિબથી મળેલા બે પ્રેમી પ્રેરણા અને અનુરાગની આ કહાની ફરીથી દર્શકોની સામે આવશે, પણ આ વખતે અનેક ચોંકાવનારા વણાંકો સાથે હશે. એરિકા ફર્નાન્ડીસને નવી પ્રેરણા તરીકે એકતાએ પસંદ કરી છે. તો નાયક તરીકે અંગદ બેદીનો સંપર્ક કરવામાં આવ્યો છે.

 નિર્માત્રી એકતાએ આ રોલ માટે અનેક કલાકારોનો સંપર્ક કર્યો છે. તે ખુબ આકર્ષક અને નવયુવાન પર્સનાલિટી ધરાવતા અભિનેતાને આ રોલ આપવા ઇચ્છે છે. અંગદ બેદી તેને યોગ્ય લાગ્યો છે. જો કે તેણે હજુ અનુરાગના રોલ માટે હા કહી નથી. કસોટી જિંદગી કી ખુબ ઝડપથી સ્ટાર પ્લસ પર જોવા મળશે.

(12:01 pm IST)