ફિલ્મ જગત
News of Friday, 18th June 2021

તમને ખુશી આપે એવું જ કરોઃ રશ્મિકા

તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મોથી જાણીતી બનેલે અભિનેત્રી રશ્મિકા મંદાના બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી રહી છે. તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં યોગદાન બદલ ફિલ્મફેર એવોર્ડ પણ જીતેલો છે. રશિમકા છ વર્ષથી અભિનય સાથે સંકળાયેલી છે. તેની બાર જેટલી ફિલ્મોમાંથી આઠ સુપરહિટ નિવડી હતી. હવે તે તેલુગુ ફિલ્મ પુષ્પામાં અલુ અર્જુન સાથે આવી રહી છે. આ ઉપરાંત બે હિન્દી ફિલ્મો મિશન મજનૂ અને ગૂડબાય પણ કરી રહી છે. મિશન મજનૂમાં સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે અને ગૂડબાયમાં અમિતાભ બચ્ચન સાથે તે કામ કરી રહી છે. રશ્મિકાએ લોકોને સલાહ આપતાં કહ્યું હતું કે તમને જેમાં ખુશી મળે એ કામ જ કરવું જોઈએ. અમિતાભ બચ્ચન સાથે તે 'ગુડબાય'માં જોવા મળવાની છે. તે લોકોને સોશ્યલ મીડિયામાં અવાર નવાર પોઝિટિવ મેસેજ આપે છે. ટ્વિટર પર તેણે કહ્યું હતું કે તમારો સમય એવી બાબતોમાં પસાર કરો જે તમને આનંદ આપે. કંઇક એવી વસ્તુ કરો જે તમારા ચહેરા પર હસી લાવે અને તમને ખુશી આપે, કાં તો પૈસા કાં તો જ્ઞાન આપે.

(10:06 am IST)