News of Tuesday, 18th June 2019
ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના પોસ્ટ પ્રોડયુસરનુ મોતઃ મૃતદેહ તળાવમા તરતો મળ્યો
ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને માસ્ટર શેફ માં પોસ્ટ પ્રોડયુસર રહી ચુકેલ સોહન ચૌહાણનું શબ રવિવારે રાતના મુંબઇની આરે કોલોનીના તળાવમાં તરતું જોવા મળ્યું પોલીસ તપાસ કરી રહી છે કે આ મામલો આત્મહત્યાનો છે કે પછી હત્યા થઇ છે. સોહનના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા અને પત્ની થોડા દિવસોથી દિલ્લી ગઇ છે.
(11:30 pm IST)