ફિલ્મ જગત
News of Tuesday, 18th June 2019

હોલીવુડ ગિટારવાદક ડીક ડેલનું 81 વર્ષ નિધન

મુંબઇ :  યુગસર્જક ગિટારવાદક ડીક ડેલનું ૮૧ વર્ષની વયે અવસાન થયું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. ધ ગાર્ડિયનના એક અહેવાલ મુજબ એના સાથી ગિટારવાદક સામ બોલે આ સમાચારને સમર્થન આપ્યું હતું.ડીકે વગાડેલા મિસરલૂ ગીતને ક્વેન્ટિન ટેરેન્ટીનોએ પોતાની એક ફિક્શન ફિલ્મમાં ટાઇટલ ટ્રેક તરીકે વગાડયું હતું. ૧૯૬૦ના દાયકામાં એણે પોતાની આગવી વાદનશૈલી દ્વારા સર્ફ મ્યુઝિકર તરીકે પાછળથી ખ્યાતિ પામેલું સંગીત સર્જ્યું હતું. આ શૈલીએ દુનિયાભરના સંગીતપ્રેમીઓને ઘેલાં કર્યાં હતાં. ત્યારબાદ એની શૈલીને અનુસરીને બીજાં ઘણાં બેન્ડ લોકપ્રિય નીવડયાં હતાં.ધી ઇલસ્ટ્રેટેડ ડિસ્કોગ્રાફી ઑફ સર્ફ મ્યુઝિકના લેખક અને ડીકના સહવાદક જ્હૉન બ્લેરે એને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે બસો પાંચસો વર્ષમાં કોઇ એકાદ ડીક ડેલ જેવો સંગીતકાર પેદા થતો હોય છે જે પોતાને જોઇતા ધ્વનિ (સાઉન્ડ) પોતે પેદા કરે. અન્યોએ બનાવેલા રાજમાર્ગને અનુસરવાને બદલે પોતાની આગવી કેડી કંડારીને એને રાજમાર્ગ બનાવે.

(5:40 pm IST)