ફિલ્મ જગત
News of Tuesday, 18th June 2019

સુષ્મિતાના ભાઈ રાજીવ સેને ટીવી સ્ટાર ચારુ સાથે લીધા સાત ફેરા..

મુંબઇ:  અભિનેત્રી સુસ્મિતા સેનના ભાઇ રાજીવ સેને પોતાની ગર્લફ્રેન્ડ ટીવી સ્ટાર ચારુ અસોપા સાથે બીજીવાર લગ્ન કર્યાં હતાં. આ વાંચીને ચોંકવા જેવું નથી.વાત એવી છે કે પહેલાં આ બંનેએ કોર્ટ મેરેજ કર્યાં હતાં. ત્યારબાદ બંનેએ હિન્દુ વિધિ પ્રમાણે શાસ્ત્રોક્ત લગ્ન કર્યાં. નવવિવાહિત દંપતીએ બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ લગ્નનાં ફોટોગ્રાફ્સ શૅંર કર્યા જેને ચાહકો અને  મિત્રો-શુભેચ્છકોએ ખૂબ બિરદાવ્યા. આ પ્રસંગે સુસ્મિતા પોતાની બંને દત્તક પુત્રીઓ અને બૉયફ્રેન્ડ રોહમન શૉલ નવદંપતીની બાજુમાં બેઠેલાં હોય એવા ફોટોગ્રાફ્સ પણ લોકોએ બિરદાવ્યા હતા. આ ફોટોગ્રાફ્સમાં સુસ્મિતાની બંને પુત્રીઓ રેને અને આલિશા પણ પોઝ આપી રહી હોય એ સ્પષ્ટ દેખાતું હતું.લગ્ન કર્યાં અગાઉ બંનેએ હલદી (પીઠી ) ચોળવાના ફોટોગ્રાફ્સ પણ ચારુની બહેન ચિંતન અસોપાએ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા હતા. છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે અફેર ચાલી રહ્યો હતો. 

(5:40 pm IST)