ફિલ્મ જગત
News of Tuesday, 18th June 2019

જાણીતી ટીવી અભિનેત્રી શ્રિતી ઝાનું બોયફ્રેન્ડ કૃણાલ કરણ કપૂર સાથે બ્રેકઅપ

મુંબઈ : ટીવીની દુનિયાની જાણીતી એક્ટ્રેસ શ્રિતી ઝાએ એકતા કપૂરના લોકપ્રિય શો કુમકુમ ભાગ્યથી કરોડો લોકોના દિલ જીતી લીધા છે. તે  સિરિયલમાં તે પ્રજ્ઞાનો રોલ ભજવી રહી છે. શો ક્યારેય ટીઆરપી લિસ્ટમાંથી બહાર નથી થયો. શબ્બીર અહલુવાલિયા અને શ્રિતીની કેમિસ્ટ્રી બધાને પસંદ પડી રહી છે.

શ્રિતી વિશે આવેલા લેટેસ્ટ સમાચાર પ્રમાણે તેનું શ્રિતીનું બોયફ્રેન્ડ કુણાલ કરણ કપૂર સાથે બ્રેકઅપ થઈ ગયું છે. એન્ટરટેઇનમેન્ટ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે શ્રિતી અને કુણાલ વચ્ચે બધુ સામાન્ય નથી અને બંનેએ અલગ પડી જવાનો નિર્ણય લઈ લીધો છે. તેઓ બહુ જલ્દી અલગ થઈ ગયા છે. તેમના માટે નિર્ણય સરળ નથી પણ મામલાની ગંભીરતા જોઈને તેમને નિર્ણય યોગ્ય લાગે છે. રિપોર્ટ પ્રમાણે શ્રિતી અને કરણ બંનેએ બ્રેકઅપ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી.

શ્રિતી અને કુણાલ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા પણ અચાનક તેમની વચ્ચે અંતર આવી ગયું છે. ગયા વર્ષે શ્રિતીએ કુણાલના જન્મદિવસ પર ઇમોશનલ પોસ્ટ લખી હતી અને વાંચીને બધાને લાગતું હતું કે જોડી લગ્નના મંડપ સુધી પહોંચશે. 2017માં કુણાલ અને શ્રિતી રજાઓ ગાળવા માટે થાઇલેન્ડ ગયા હતા અને તે સમયની તસવીરો પણ વાઇરલ થઈ હતી.

(5:21 pm IST)