નાગિન-૪ હવે નવેમ્બરમાં આવશે
ટીવી પરદાના લોકપ્રિય શો 'નાગિન'ની ભલે આલોચના થતી હોય, પરંતુ આ શો પસંદ કરનારા દર્શકોની સંખ્યા પણ ઓછી નથી. વળી આ શો ટીઆરપીની રેસમાં પણ સતત ટોચ પર રહે છે. હાલમાં જ નાગિનની ત્રીજી સિઝન પુરી થઇ છે. હવે ચોથી સિઝનની તૈયારી થઇ ચુકી છે. પહેલા સપ્ટેમ્બર-૨૦૧૯માં ચોથી સિઝન આવવાની હતી, પણ હવે નવેમ્બરમાં આ શો શરૂ થશે. કહાની પર કામ શરૂ થઇ ગયું છે. નિર્માતા ઉતાવળ કરવા ઇચ્છતા નથી. આથી જ ચોથી સિઝન શરૂ કરવામાં બે મહિના પાછળ ઠેલી દેવાયા છે. હજુ અમુક કલાકારોની પસંદગી પણ બાકી છે. નાગિન સિરીઝનો પહેલો શો નવેમ્બર ૨૦૧૫માં શરૂ થયો હતો. મોૈની રોય અને અર્જૂન બિજલાનીએ મુખ્ય રોલ નિભાવ્યો હતો. બીજી સિઝનમાં મોૈની સાથે કરણવીર બોહરાને લેવાયો હતો. ત્રીજી સિઝનમાં સુરભી જ્યોતિ અને પર્લ વી પુરી હતાં. હવે ચોથી સિઝનમાં શ્રાવણી સાથે બદલો લેવા વિશાખા ૫૦ વર્ષ પછી પાછી આવે છે તેવી કહાની હશે.