ફિલ્મ જગત
News of Tuesday, 18th June 2019

વધુ એક સુપરહિટ ફિલ્મની રિમેક માટે જોનની પસંદગી

અભિનેતા જોન અબ્રાહમ અનેક રિમેક ફિલ્મમાં કામ કરી ચુકયો છે. તેની પાસે હાલમાં અનેક પ્રોજેકટ હાથ પર છે. વર્ષ ૨૦૧૮માં તેની ફિલ્મો સત્યમેવ જયતે અને રો હિટ નિવડી હતી. દર્શકોને આ ફિલ્મો ખુબ ગમી હતી. હવે તે નિખીલ અડવાણીની ફિલ્મ બાટલા હાઉસના શુટીંગમાં વ્યસ્ત છે. સત્યમેવ જયતે-૨ અને પાગલપંતિ નામની ફિલ્મોની તૈયારી પણ કરી રહ્યો છે. સાથોસાથ સંજય ગુપ્તાની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ 'મુંબઇ સાગા' પણ કરી રહ્યો છે. આમ જોન સતત વ્યવસ્ત છે. બીજી તરફ તે ૨૦૧૫માં આવેલી તમિલ સુપરહિટ 'વેદલમ'ની રિમેક માટે પણ જોનની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મમાં તે અજીત કુમાર વાળુ પાત્ર નિભાવશે.  નિર્માતા ભુષણ કુમારએ આ તમિલ ફિલ્મની હિન્દી રિમેક બનાવવા હક્કો ખરીદી લીધા છે. ફિલ્મના નિર્દેશક અને બીજા કલાકારોની પસંદગી હવે પછી થશે.

 

(10:02 am IST)