ફાધર ડે પર રણબીરે 'સંજુ' ફિલ્મનો વીડિયો કર્યો શેરઃ પિતાને જાદુની જપ્પી આપતો ભાવુક સંજ
મુંબઈ : ગઈકાલે ફાધર્સ ડેેના સંજુની ટીમ તરફથી લોકો માટે ખાસ સરપ્રાઇઝનો પણ દિવસ રહયો છે રણબીર કપૂરે પિતા ઋષિ કપૂર સાથે એક ફોટો શેર કર્યો છે, પરંતુ ત્યારબાદ રણબીરે અપકમિંગ ફિલ્મનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને ખાસ ગણાવ્યો છે.
ફાધર્સ ડે પર રણબીરે ફેન્સને સરપ્રાઇઝ આપી ફિલ્મ સંજુનો વધુ એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયો હકીકતમાં સંજય દત્ત્।ની ફિલ્મ મુન્નાભાઇના એક સીનની કોપી છે, આ સીનમાં સંજય દત્ત પિતાને ગળે લગાવી જાદુની જપ્પી આપી સોરી બોલી રહ્યાં છે. આ વીડિયો જોઇને તમને ફિલ્મ મુન્નાભાઇની યાદ આવશે. આ વિડીયો ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
રણબીર કપૂરની ફિલ્મ સંજુ ૨૯ જુને રિલીઝ થશે, રણબીરે પોતાના પિતા અને સંજયદત્ત સાથે તેમના જૂના દિવસોના ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં બંને ચીલ કરી રહ્યાં છે. રાજકુમાર હિરાનીએ બે દિવસ પહેલા જ એક સરપ્રાઇઝ આપવાની જાહેરાત કરી હતી. જો કે આ સરપ્રાઇઝ શું હશે તે અંગે આજ સુધી નથી જણાવ્યું.