ફિલ્મ જગત
News of Saturday, 18th May 2019

દેશભરમાં મલ્ટીપ્લેક્સ સિનેમા ખોલશે અજય દેવગણ

મુંબઈ: બૉલીવુડના સિંઘમ સ્ટાર અજય દેવગન દેશભરમાં મલ્ટિપ્લેક્સ ખોલશે. અજયએ ઉત્તર પ્રદેશના હપુર અને ગાઝીપુરમાં બે સિંગલ સ્ક્રીન થિયેટરો ખરીદ્યા છે. હવે તે દેશના દૂરના વિસ્તારોમાં નવા મલ્ટિપ્લેક્સ ખોલવા રૂ. 600 કરોડનું રોકાણ કરશે. અજય આગામી પાંચ વર્ષમાં તેમના મલ્ટિપ્લેક્સ સાહસમાં 600 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

(5:26 pm IST)