ફિલ્મ જગત
News of Saturday, 18th May 2019

લક્ષ્મી બોમ્બ...અક્ષયનો અનોખો અંદાજ

મુંબઇઃ બોલીવૂડનો ખિલાડી અક્ષય કુમાર વધુ એક વખત અનોખા રોલમાં જોવા મળશે. 'લક્ષ્મી બોમ્બ' નામની ફિલ્મનું તેનું પહેલુ પોસ્ટર તેણે પોતે જ ટ્વિટર પર પોસ્ટ કર્યુ છે. અક્ષયએ આ ફિલ્મનું શુટીંગ  શરૂ કરી દીધું છે. પોસ્ટરમાં અક્ષય આંખમાં આંજણ આંજતો જોવા મળી રહ્યો છે. તસ્વીર સાથે અક્ષયએ લખ્યું છે કે-તે કહાનીનો એક બોમ્બ લઇને આવી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી છે. ૫મી જુન ૨૦૨૦ના આ ફિલ્મ આવશે.  સાઉથની સુપરહિટ ફિલ્મ કંચના-૨ની આ હિન્દી રિમેક છે. જેમાં અક્ષય એવા શખ્સનો રોલ નિભાવી રહ્યો છે જેના પર કિન્નરના ભૂતનો ઓછાયો છે. કિયારા અક્ષયની પત્નિના રોલમાં છે.

(3:52 pm IST)