બૉબી ડાર્લિંગે પતિ વિરુદ્ધ લગાવ્યો હિંસા,અપ્રાકૃતિક સેક્સ અને દહેજના ગંભીર આરોપ:રમણીક પહોંચી ગયો જેલમાં
મુંબઈ ;અભિનેત્રી બોબી ડાર્લિંગે તેના પતિ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે બોબી ડાર્લિંગે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભોપાલના એક બિઝનેસમેન રમણિક સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા બોબીએ દિલ્હીમાં તેના પતિ સામે ઘરેલૂં હિંસા, અપ્રાકૃતિક સેક્સ અને દહેજ માટે પોલીસ ફરિયાદ કરી હતી
એક વેબસાઈટના અહેવાલ મુજબ બોબીનો પતિ છેલ્લા ઘણા દિવસથી જેલમાં છે.
વેબસાઈટને બોબીએ જણાવ્યું કે, દિલ્હી પોલીસે રમણિકની 11 મેના રોજ ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેણે જામીન માટે અરજી આપી હતી જે રિજેક્ટ કરવામાં આવી. થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં બોબીએ કહ્યું હતું કે રમણિક દારૂ પીને મારી સાથે મારપીટ કરે છે. અન્ય પુરૂષો સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ લગાવતો હતો. બોબીએ તેના પતિ રમણિક પર પ્રોપર્ટી અને પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો હતો.
બોબીએ કહ્યું હતું કે રમણિક તેને મુંબઈવાળા ફ્લેટમાં કો ઓનરશિપ અને ભોપાલના પેંટહાઉસમાં ભાગ દેવા માટે દબાણ કરી રહ્યો હતો. લગ્ન બાદ તેણે મારા પૈસાથી એક એસયુવી કાર ખરીદી. હવે મારી પાસે કંઈ નથી બચ્યું.