ફિલ્મ જગત
News of Friday, 18th May 2018

ફેસબુક પર સૌથી વધુ ફોલોવર્સ બિગ બીને મળ્યા

મુંબઇ:  ફેસબુર પર તેમના સૌથી વધુ ફોલોઅર્સ છે. એક સર્વેક્ષણમાં આ વાત સ્પષ્ટ થઇ છે. ફેસબુક પર અમિતાભના ત્રણ કરોડ ફોલોઅર્સ હોવાથી તેઓ૧૦૦ ગુણાંક મેળવીને પ્રથમ સ્થાને આવ્યા છે. તેમના પેજને ત્રણ કરોડ લોકો ફોલો કરી રહ્યા છે. એક સર્વેક્ષણ કંપની દ્વારા કરાયેલા એક સર્વેક્ષણમાં અમિતાભ બચ્ચનના ફેસબુક પર ત્રણ કરોડ ફોલોઅર્સ છે. આ રીતે તેમણે ૧૦૦ ગુણાંક મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજા નંબરે ૯૫ ગુણાંક મળીને સલમાન ખાન અને ૬૮ અંક મેળવીને શાહરૃખ ખાન ત્રીજા નંબરે છે. આ ઉપરાંત ૫૨ ગુણાંક સાથે રણવીર સિંહ ચોથા અને ૪૯ નંબર મેળવીને અક્ષય કુમાર પાંચમા સ્થાન પર રહ્યો છે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા જ ફેસબુક પર ૧૦૦ ગુણાંક મેળવવામાં સફળ રહી છે.

(5:05 pm IST)