ફિલ્મ જગત
News of Thursday, 18th April 2019

દિપીકા કક્કડ જોવા મળશે સંદિપના શોમાં

ટીવી અભિનેત્રી દિપીકા કક્કડ ટીવી પરદાની સોૈથી લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે. તેણે સસુરાલ સિમર કા શો થકી ટીવી પરદે આગમન કર્યુ હતું. એ પછી રિયાલીટી શો બિગ બોસ-૧૨માં જોવા મળી હતી અને વિજેતા પણ બની હતી. હવે દિપીકા લાંબા સમય પછી ફરીથી ટીવી પરદે આવી રહી છે. નિર્માતા સંદિપ સિકંદના શો 'પાનીપૂરી'માં કામ કરવાની છે. આ શોમાં તેની સાથે કરણ ગ્રોવર પણ ખાસ ભુમિકામાં હશે. દિલચશ્પ બાબત એ છે કે રોમિલ ચોૈધરીને પણ સામેલ કરવામાં આવ્યો છે. સંદિપે આ માટે રોમિલનો સંપર્ક કર્યો છે. બિગ બોસ-૧૨માં દિપીકા અને રોમિલ વચ્ચે સતત ઝઘડા થતાં હતાં ત્યારે હવે બંને શોમાં સાથે કામ કરે તેવી શકયતા છે.  જો કે દિપીકાના મુખ્ય રોલવાળા શો માટે રોમિલ હા કહેશે તો ફરીથી બંનેને સાથે જોવા મજેદાર થઇ પડશે.

(9:33 am IST)