વધુ એક મોટા બેનરની ફિલ્મમાં રાજકુમાર રાવ
અભિનેતા રાજકુમાર રાવ બોલીવૂડમાં સતત છવાઇ ગયો છે. તેની ફિલ્મો બોકસ ઓફિસ પર કમાલ દેખાડી રહી છે. આ કારણે જ તેની પાસે ફિલ્મોની લાઇનો લાગી છે. તેણે પોતાની ફિલ્મો થકી દર્શકોના દિલ જીતવમાં સફળતા મેળવી છે. હવે તેને ધર્મા પ્રોડકશન્સની ફિલ્મ મળી છે. કરણ જોહરે રાજકુમારને આગામી ફિલ્મ માટે પસંદ કર્યો છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મના અન્ય પાત્રોની પસંદગી હવે પછી થશે. રાજકુમાર પાસે હાલમાં મેન્ટલ હૈ કયા, મેઇડ ઇન ચાઇના, ઇમલી, તુર્રમખાન અને રૂહ-અફઝા જેવી ફિલ્મો છે. આ તમામ ફિલ્મમાં તે મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. ગુડગાંવમાં ૩૧ ઓગષ્ટ ૧૯૩૪ના રોજ જન્મેલો રાજકુમાર ૨૦૧૦માં લવ સેકસ ઓૈર ધોખા નામની ફિલ્મથી બોલીવૂડમાં આવ્યો હતો. દિલ્હીની યુનિવર્સિટીમાં તેણે ગ્રેજ્યુએશન કર્યુ છે. કાઇપો છે, શાહિદ, કવીન, સિટીલાઇટ્સ, અલિગઢ, ટ્રેપ્ડ, બરેલી કી બરફી, ન્યુટન સહિતની ફિલ્મો તેના નામે છે. તેણે નેનલ એવોર્ડ પણ જીત્યો છે.