ફિલ્મ જગત
News of Wednesday, 18th April 2018

ઇલિયાના ડીક્રુજ પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા

મુંબઈ: ફિલ્મ બાદશાહો અને રેડમાં પોતાની ભૂમિકાથી તમામને પ્રભાવિત કરનાર અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ અત્યારે એક નવી જ ચર્ચાને લઈ સમાચારોમાં છવાયેલી છે. અભિનેત્રીને લઈ એવા અહેવાલ સામે આવ્યા છે કે તે પ્રેગનેન્ટ છે. ગત દિવસોમાં ઈલિયાનાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે તેના લગ્નની ખબરોને હવા આપી હતી. સુત્રોના જણાવ્યા મુજબ, ઈલિયાનાએ પોતાના બોયફ્રેન્ડ એંડ્ર્યુ નીબોન સાથે છૂપી રીતે લગ્ન કરી લીધા છે. જોકે, હજી સુધી તેણે આ અહેવાલની પુષ્ટી નથી કરી. પોતાની સ્ટાઈલ સ્ટેટમેંટ્સ અને ફેશનેબલ આઉટફિટ્સ માટે જાણીતી ઈલિયાના છેલ્લા કેટલાક દિવસોથી ખુલ્લા અને કમ્ફર્ટેબલ કપડામાં જોવા મળી રહી છે. ગત ફિલ્મ રેડ દરમિયાન તે મોટાભાગે ખુલ્લા પેંટ અને શૂટમાં જોવા મળી, જ્યારે બાદશાહો ફિલ્મમાં પણ તેણે મોટાભાગે આવા જ કપડા પહેર્યા હતા. જેને લઈ હવે તે પ્રેગનેન્ટ હોવાની ચર્ચાએ જોર પક્ડયુ છે. 

(5:45 pm IST)