ફિલ્મ જગત
News of Wednesday, 18th March 2020

જાસૂસના રોલમાં નોરા ફતેહીઃ લીધી ખાસ તાલિમ

નોરા ફતેહીએ બોલીવૂડમાં ધીમે-ધીમે નામના મેળવી લીધી છે. આ વર્ષના પ્રારંભે સ્ટ્રીટ ડાન્સર થ્રીડીમાં ખાસ રોલમાં દેખાયેલી નોરા હવે અજય દેવગણ સાથેની ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં મહત્વનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં તેને એક જાસૂસનો રોલ મળ્યો છે. ફિલ્મની કહાની ૧૯૭૧ની છે. ભારત-પાકિસ્તાન યુધ્ધ વખતની કહાનીમાં નોરા એકશન કરતી પણ જોવા મળશે. આ માટે તેણે એકશન દ્રશ્યો અને મિકસ્ડ માર્શલ આર્ટ્સની તાલિમ પણ લીધી છે. નોરા કહે છે મેં પ્રાથમિક ચીજોની તાલિમ લીધી છે. કોઇને લાત-મુક્કા મારવાના, નીચે પછાડી દેવાના અને બંદુક ચલાવવાની તાલિમ પણ લીધી છે. આ ભુમિકા મારી કારકિર્દીને ખુબ ઉંચાઇ બક્ષશે તેવી મને આશા છે. નોરા કહે છે સ્ટ્રીટ ડાન્સર થ્રીડી ફિલ્મમાં કામ કરીને પણ ઘણું શીખવા મળ્યું હતું. હું ડાન્સર પછી એક કલાકાર તરીકે મારી જાતને સ્થાપિત કરવા ઇચ્છતી હતી. ટાઇપકાસ્ટીંગ મને પસંદ નથી. નોરાએ દિલબર દિલબર, સાકી સાકી, કમરીયા અને એક તો કમ જિંદગાની સહિતના હિટ આઇટમ સોંગ આપ્યા છે.

(9:51 am IST)