ફિલ્મ જગત
News of Monday, 18th March 2019

ટીવી ચેનલ લોન્ચ કરશે સલમાન ખાન: કપિલ શર્માનો શો થશે શિફ્ટ

મુંબઈ:સલમાન ટીવી જગતમાં પણ જાણીતુ નામ બની ગયો છે. બિગ બોસ જેવા શોને હોસ્ટ કરનાર સલમાન ખાન હવે પોતાની ચેનલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એસકેટીવી નામની ચેનલ ટેલિવિઝન પર લોન્ચ થવાની છે અને આ ચેનલ પર કપિલ શર્માનો શો શિફટ થવાનો છે અને કપિલ આ ચેનલ પર પોતાની નવી સિઝન શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. સલમાન ખાનનું નિર્માણ હાઉસ હાલ આ જ કામમાં વ્યસ્ત બની ગયંુ છે અને વહેલી તકે ટેલિવિઝન પર એસકે ટીવીને લોન્ચ કરવા માગે છે. ટીવી શોના પ્રોડક્શન તેની કંપનીએ શરૂ કરી દીધા છે જેમાં રિયાલિટી શો, સાસ-બહુ ડેઇલી સોપ્સ, રોમેન્ટિક લવ સટોરી આધારિત શો, કોમેડી શોનો સમાવેશ થાય છે.

(5:13 pm IST)