News of Monday, 18th March 2019
હવે કિંગ ખાન વેબ સિરીઝનું નિર્માણ કરશે
મુંબઇ: શાહરૃખ ખાનની 'ઝીરો'ની નિષ્ફળતાથી ભલે તેના સ્ટારડમમાં કોઇ ફરક પડયો નથી,પરંતુ તે કોઇ પ્રોજેક્ટ ફાઇનલ કરતો નહોતો. જોકે હવે જાણ્યા પ્રમાણે કિંગ ખાનને પોતાનો આગામી પ્રોજેક્ટ ફાઇનલ કરી લીધો છે. કહેવાય છે કે તે જલદી જ આની ઘોષણ કરવાનો છે. શાહરૃખ ખાન એક વેબ સીરીઝને પ્રોડયુસ કરવાનો છે, તેમજ તેમાં કામ કરવાનો છે. સૂત્રે જણાવ્યુ હતુ કે, શાહરૃખ ખાન એક થ્રિલર વેબસીરીઝ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ તેના બેનર હેઠલ પ્રોડયસ થશે તેમજ તેમાં કામ કરવા પણ તે રાજી થઇ ગયો છે. શાહરૃખ ઇમરાન હાશ્મી અભિનિત વેબ સીરીઝનું પણ નિર્માણ કરી રહ્યો છે. 'ઝીરો બાદ કિંગ ખાન રાકેશ શર્માની બાયોપિક કરવાના હતો, પરંતુ તેણે આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો.
(5:12 pm IST)