ફિલ્મ જગત
News of Monday, 18th March 2019

અનિલ-આદિત્યની ફિલ્મમાં દિશા પટાનીની એન્ટ્રી

અભિનેત્રી દિશા પટાનીને એક પછી એક મોટી ફિલ્મો મળી રહી છે. દિશા સલમાન ખાનની ફિલ્મ ભારતમાં ખાસ રોલમાં છે. તો અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ મલંગમાં પણ છે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરી કરી રહ્યા છે. આ ફિલ્મમાં પહેલા દંગલ ફેઇમ સાન્યા મલ્હોત્રાને લેવામાં આવી હતી. પણ હવે તેની જગ્યાએ દિશાનું નામ ફાઇનલ થયું છે. મોહિતે દિશાને એક ડાન્સ પરફોર્મ કરતી જોઇ હતી અને તે દંગ રહી ગયા હતાં. તેણે તુર્ત જ દિશાને પોતાની ફિલ્મ માટે સાઇન કરવાનું નક્કી કરી લીધું હતું અને આ ફિલ્મ સાન્યાને બદલે દિશાને મળી હતી.  દિશા ડાન્સ અને એકશનમાં પણ માહેર છે. મોહિત જેવા નિર્દેશક કે જેની મોટા ભાગની ફિલ્મો સફળ રહી છે તેની ફિલ્મમાં હવે કામ મળતાં દિશા ખુશ છે.

(9:55 am IST)