ફિલ્મ જગત
News of Friday, 18th January 2019

ભાભીજી... સોૈમ્યાએ બેબીબંપ સાથે કરાવ્યું ફોટોશૂટ

ટીવી પરદાના ખુબ જાણીતા શો 'ભાભીજી ઘર પર હૈ'માં અનિતા ભાભીનો રોલ નિભાવી રહેલી સોૈમ્યા ટંડન મા બનવાની છે. તેણે પોતાની પ્રેગનન્સીની ખબર સોશિયલ મિડીયા થકી આપી હતી. ૨૦૧૬માં બોયફ્રેન્ડ સોૈરભ દેવેન્દ્રસિંહ સાથે સોૈમ્યાએ લગ્ન કર્યા છે. તાજેતમાં સોૈમ્યાએ બેબીબંપ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ઉપસેલા પેટ સાથેની તસ્વીરો તેણે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે શોર્ટ ડ્રેસ પહેર્યા છે. સોૈમ્યાએ કહ્યું હતું તે ખુબ લાગણી અનુભવી રહી છે. તેણે કારકિર્દીની શરૂઆત બોલીવૂડની ફિલ્મથી કરી હતી. કરીના કપૂર સાથે તેણે જબ વી મેટ ફિલ્મ કરી હતી. સોૈમ્યાએ એ પછી અનેક ટીવી શો કર્યા છે. પણ ભાભીજી ઘર પર હે શોએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી છે.

(12:00 pm IST)