યો યો હનીસિંહના નવા ગીત 'મખના'નું ટ્રેલર થયું રિલીઝ
નેહા કક્કરનો પણ સાથઃ ત્રણ ટોપ રેપર ફેનોન ધ ડોન, એલિસ્ટેયર અને શોન પણ જોવા મળશે
મુંબઇ તા. ૧૭: ઘણા બધા હિટ સુપરહિટ સોંગ્સ આપ્યા પછી, હવે યો યો હનીસિંહ તેના નવા ગીત 'મખના' સાથે પાછો આવી રહ્યો છે. ટી-સીરીઝે તેના યુ ટ્યૂબ ચેનલ પર મખનાનું ટ્રેલર રિલીઝ કર્યું છે. મખના યો યો હનીસિંહ માટે ૨૦૧૮ વધુ વિશેષ બનાવી દેશે કેમકે આ ગીત સાથે ઘણા સિંગર્સ લાંબા સમય પછી પાછા ફરી રહ્યા છે.ઙ્ગહની સિંહ આ પહેલા ઘણા હિટ ગીતો સાથે મનોરંજન કરાવી ચુકયો છે. હવે મખના સાથે ફરી ટી-સિરીઝ અને યો યો ફરી એકવાર સાથે જાદૂ ચલાવવા તૈયારીમાં છે. અલગ અલગ દેશો, ખાસ કરીને પેરૂ અને આર્ર્જેન્ટીના શહેરમાં સંગીત પ્રત્યે લગાવ છે અને આ બાબતે હનીસિંહ ઘણા મદદરૂપ રહ્યાં છે. યો યો હનીસિંહ ભારતીય સંગીત ઉદ્યોગમાં તેના ગીતો અને સ્ટાઈલ દ્વારા લોકોને આકર્ષિત કરવામાં સક્ષમ છે. એ કારણે જ પ્રશંસકોના દિલમાં રાજ કરે છે.
ટી- સીરિઝ દ્વારા રિલીઝ કરવામાં આવેલ ગીત મખનાનું ટ્રેલર ખુબજ રસપ્રદ છે. જેમાં એક તરફ હીરાની ચોરી દેખાડવામાં આવી રહી છે. જયારે બીજી તરફ લાગી રહ્યું છે કે હનીસિંહ માફિયાનો રોલ નિભાવી રહ્યો છે.આ ગીત એક રોમેન્ટિક ગીત છે જે સિંહસ્ટા દ્વારા ડિરેકટેડ છે, જે આર એન્ડ બી સમુહના ગાયક છે . આખુ ગીત હનીસિંહે અને નેહા કક્કરે ગાયું છે. મખનામાં ત્રણ ટોપ રેપર ફેનોન ધ ડોન, એલિસ્ટેયર અને શોન પણ છે. ટ્રેલરમાં હની સિંહ સાથે ટોપ મોડેલ નિધિ સુનીલ પણ જોવા મળશે. જેના કારણે મખના ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરાવશે. હનીસિંહનુ મખના હવાનાનાં કયૂબામાં શૂટ કરવામાં આવેલુ પહેલુ ભારતીય ગીત છે. આ ગીત ૨૧ ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહ્યું છે. જે ક્રિસમસને વિશેષ બનાવશે.