ફિલ્મ જગત
News of Tuesday, 17th November 2020

અક્ષય કુમારની 'લક્ષ્મી'એ વિદેશી બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ...

મુંબઈ: બોલિવૂડના એક્શન હીરો અક્ષય કુમાર અને અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી'વિદેશી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મ હિટ સાબિત થઈ છે. વેપાર વિશ્લેષક તરણ આદર્શે વિદેશી બોક્સ ઓફિસના સંગ્રહનો આંકડો શેર કર્યો છે. જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ ન્યુઝીલેન્ડ, ફીજી અને ઓસ્ટ્રેલિયાના થિયેટરોમાં રિલીઝ થઈ હતી.  ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યું હતું. 'લક્ષ્મી' માર્ચ 2020 પછી વિદેશમાં રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ છે. લક્ષ્મીએ રિલીઝ થયાના એક અઠવાડિયામાં યુએઈમાં 1.46 કરોડ એકત્રિત કર્યા છે. ઓસ્ટ્રેલિયામાં સપ્તાહના અંતે 70.48 લાખ, ફીજીમાં 17.16 લાખ અને ન્યુઝીલેન્ડમાં 42.38 લાખ એકત્રિત થયા છે.

(2:22 pm IST)