ફિલ્મ જગત
News of Sunday, 17th November 2019

અમિતાભ બચ્ચનની 'ઝુંડ' પર કૉપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ : નિર્માતા -નિર્દેશક અને બિગ બીને આપી નોટિસ

મુંબઈ : હેદરાબાદ સ્થિત ફિલ્મ નિર્દેશક ચિન્ની કુમારે કૉપીરાઇટના ઉલ્લંખગ મામલે હિન્દી ફિલ્મ 'ઝુંડ'ના નિર્માતાઓ અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેતા અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી છે. નંદી ચિન્ની કુમાર એક સ્વતંત્ર ફિલ્મ નિર્દેશક છે. તેમણે ફિલ્મ ઝુંડના નિર્દેશક અને નિર્માતા નાગરાજ મંજુલે, નિર્માતા કૃષ્ણ કુમાર, ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર, અમિતાભ બચ્ચન અને સ્લમ સૉકરના સંસ્થાપક વિજય બરસેને નોટિસ મોકલી છે, જેના જીવન પર ફિલ્મ બનવાની વાત કહેવામાં આવી છે.

નંદી ચિન્ની કુમારે આઈએએનએસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે નોટિસનો જવાબ ફક્ત ટી-સીરીઝને મળ્યા છે પણ આ ખૂબ જ અસ્પષ્ટ છે. નંદી ચિન્ની કુમારે આ આરોપ મૂક્યો છે કે ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેમનો દગો દેવામાં આવ્યો અને હવે નંદી ચિન્ની કુમાર ફિલ્મની રિલીઝને સિનેમાઘરો, ટેલીવિઝન અને બધાં જ ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર અટકાવવા માટે ન્યાયાલય જવાનું મન બનાવી રહ્યા છે.

નંદી ચિન્ની કુમારનો દાવો છે કે તેમણે 2017માં ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદી લીધા હતા, જે એક સ્લમ સૉકર ખેલાડી હતા અને હોમલેસ વર્લ્ડ કપમાં ભારતીય કૅપ્ટન હતા. વંદી ચિન્ની કુમારે નાગપુરની મલિન વસ્તીઓમાં જન્મ લીધો અખિલેશના જીવન પર સ્લમ સૉકર નામના બહુભાષી ફિલ્મ લખવા અને નિર્દેશિત કરવાની યોજના બનાવી હતી, જે નશાના આદી હતા. જો કે ફુટબૉલ માટે તેમના જુનૂને તેમનું જીવન બદલી દીધું અને તે હોમલેસ વર્લ્ડ કપમાં ભારતના કૅપ્ટન બન્યા.

(9:55 pm IST)