ફિલ્મ જગત
News of Saturday, 17th November 2018

સલમાન ખાનની ફિલ્મ ભારત ફરી એકવાર વિવાદમાં ફસાઈ

મુંબઈ:વાર સુપર સ્ટાર સલમાન ખાનની અલી અબ્બાસ નિર્દેશિત ફિલ્મ ભારત ફરી એકવાર વિવાદમાં સપડાઇ ગઇ હોવાની માહિતી મળી હતી.અત્રે એ યાદ કરવા જેવું છે કે વાઘા સરહદે ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સે ભારત ફિલ્મનું શૂટિંગ સિક્યોરિટીના કારણસર કરવાની પરવાનગી આપી નહોતી એટલે અલી અબ્બાસે પંજાબના લુધિયાણા શહેરના એક ગામમાં વાઘા બોર્ડરનો સેટ ખડો કર્યો હતો. ગ્રામ પંચાયતની પરવાનગી લેવા ઉપરાંત સેટ ઊભો કરવાથી જે ખેડૂતોનાં ખેતરોને નુકસાન થયું હતું એ બધાને રોકડ વળતર ચૂકવીને રાજી કરાયા હતા.અહીં શૂટિંગ થયું એ સામે કોઇને કશો વાંધો વિરોધ નહોતો પરંતુ બોર્ડરનો સેટ હોય એટલે બંને દેશોના રાષ્ટ્રધ્વજ પણ દેખાડવા પડે. અને ત્યાં વિરોધ તથા વિવાદ શરૃ થયો હતો.પંજાબની કેટલીક એનજીઓ તથા કેટલીક સામાજિક સંસ્થાઓએ ભારતીય ધરતી પર પાકિસ્તની રાષ્ટ્રધ્વજ ફરાકાવાયો એ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સોશ્યલ મિડિયા પર પણ આ પગલાની આકરી ટીકા થઇ હતી.આમ જુઓ તો સલમાન ખાનનો વાંક કાઢી શકાય  એમ નથી કારણ કે બોર્ડરનો સીન આવે ત્યાં બંને દેશોની ઊડતી ઝલક તો આવી જાય. એમાં પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ પણ દેખાય. એ ન હોય તો વાસ્તવિકતા ન કહેવાય. આમ અલી અબ્બાસ અને સલમાન ખાન સાવ ભળતા કારણોસર સોશ્યલ મિડિયા પર ટીકાનું કેન્દ્ર બન્યા હતા.

(5:19 pm IST)