ફિલ્મ જગત
News of Saturday, 17th November 2018

મને નાનકડા નગરોની કથા વધુ પસંદ આવે છે: આયુષ્માન ખુરાના

 

મુંબઈ:અભિનેતા આયુષ્માન  ખુરાનાએ કહ્યું હતું કે મને નાનકડાં નગરોની કથા રજૂ કરતી ફિલ્મો વધુ અનુકૂળ આવે છે. મહાનગરોની કથાઓમાં ઘણીવાર વાસ્તવિકતા હોતી નથી.બધાઇ હો ફિલ્મની જોરદાર સફળતાથી રાતોરાત એ લિસ્ટના કલાકારોમાં ગણાતા થઇ ગયેલા ગાયક અભિનેતા આયુષમાન ખુરાનાના ભાઇ એવા અપરાશક્તિની પહેલી જ ફિલ્મ સ્ત્રીએ બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડની કમાણી કરી હતી. જો કે આ હોરર ફિલ્મમાં અપરાશક્તિ નહીં પણ રાજકુમાર રાવ હીરો હતો અને શ્રદ્ધા કપૂર  હીરોઇન હતી. આ એક ભૂતકથા હતી અને એ ટિકિટબારી પર હિટ સાબિત થઇ હતી.આયુષમાન અને અપરાશક્તિ બંનેની ફિલ્મો હિટ નીવડતાં બંનેને સાથે ચમકાવવાની ડઝનબંધ ફિલ્મોની ઑફર્સ એમની સામે આવી હતી. એ  વિશે માહિતી આપતાં અપરાશક્તિએ કહ્યું, હા આ વાત સાચી છે. અમને મોટાં બેનર્સ તરફથી કેટલીક સરસ ઑફર્સ આવી હતી. કેટલીક સ્ટોરીઝ અમે સાંભળી પણ ખરી. જો કે અમને બંનેને સાથે ચમકાવી શકે એેવી કોઇ અસરકારક સ્ટોરી અમારા ધ્યાનમાં આવી નહોતી. વાસ્તવમાં અમને સામાન્ય રીતે નાનકડાં નગરોની કથા વધુ ગમતી રહી છે. મહાનગરોમાં એવી સંવેદનશીલ કથાઓ બહુ ઓછી જોવા-સાંભળવા મળતી હોય છે.અપરાશક્તિને જો કે અગાઉ પણ આવી ધૂમ સફળતાનો સ્પર્શ થયો હતો. એ આમિર ખાનની વિક્રમસર્જક ફિલ્મ દંગલમાં ચમક્યો હતો. કથાના સૂત્રધાર તરીકે સેવા આપવા ઉપરાંત એણે ફિલ્મમાં એક મહત્ત્વનું પાત્ર ભજવ્યું હતું.

(5:19 pm IST)