ફિલ્મ જગત
News of Saturday, 17th November 2018

વેબ સિરીઝ માટે ગીત ગાયું શ્રેયા ઘોષાલે

મુંબઈ: બૉલીવુડ ફિલ્મોમાં યાદગાર ગીત ગાનાર ગાયીકા શ્રેયા ઘોષાલે એક વેબ સિરીઝમાં પોતાનો સ્વર આપ્યો છે. આ વેબ સિરીઝ વિષે તેનું કહેવું છે કે આ એક ખુબ સરસ અવસર હતો અને તેને તેની સાથે પસાર કરેલ સમય ખુબ યાદગાર રહ્યો છે. શ્રેયાએ એએલટીબાલાજીની આગામી વેબ સિરીઝ 'બ્રોકન'માટે ગીત ગાયું છે જેમાં વિક્રાંત મેસી અને હરલીન સેઠી મુખ્ય ભૂમિકામાં છે. આ ગીતમાં શ્રેયા સાથે દેવ નેગીનો પણ સ્વર છે. આ ગીતને અમિતાભ ભટ્ટચાર્યે લખ્યું છે.

(5:10 pm IST)