ફિલ્મ જગત
News of Saturday, 17th November 2018

જોઇ લો રણવીર-દીપિકાનાં લગ્નની નવી તસ્વીર

રણવીર સિંહ અને દીપિકાનાં લગ્નની ગઇ કાલે એક નવી તસવીર વાઇરલ થઇ હતી. આ તસ્વીર રણવીરની સ્ટાઇલીસ્ટ નિતાશા ગૌરવે શેર કરી હતી. આ ફોટોમાં રણવીરની સાથે તેની ફેમીલી અને ફ્રેન્ડસ દેખાઇ રહ્યા છે. નિતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ આ ફોટો શેર કર્યો હતો જો કે એની સાથે રણવીરના પપ્પા જગજિત સિંહ ભાવનાનીના શબ્દો પણ તેણે લખ્યા હતાં. નિતાશાએ લખ્યું હતું કે આજે ભાવનાની સરે કહયું હતું કે યે દીવાની તો ભાવનાની હો ગઇ.

(11:04 am IST)