ફિલ્મ જગત
News of Thursday, 17th October 2019

ભંસાલીની ફિલ્મની 'ગંગુબાઈ' બનશે આલિયા ભટ્ટ

મુંબઇ:  ફિલ્મ 'ઇન્શાલ્લાહ' પર કામ બંધ થતા જ  મીડિયામાં ચર્ચા હતી કે, ભણશાલી હિંમત ન હારતા આલિયા સાથે અન્ય એક ફિલ્મની યોજના કરી રહ્યો છે. જે  હવે  આ બાતમી સાચી પડતી હોય તેવું જણાય છે. સંજય ભણશાલીની આગામી ફિલ્મ 'ગંગુબાઇ' હશે જેમાં આલિયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. '' ભણશાલીએ આ ફિલ્મની ઘોષણા કરી દીધી છે. આ ફિલ્મનું નામ 'ગંગુબાઇ કાઠિયાવાડી' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામા ંહશે, આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રીલિઝ કરવામાં આવશે,'' તેમ સૂત્રે જણાવ્યું હતું. આ ફિલ્મ લેખક હૂસૈન જૈદીના પુસ્તક માફિયા ક્વીનસ ઓફ મુંબઇના એક ચેપ્ટર પર આધારિત છે. ગુંગુબાઇ કામાઠી પુરાની મુખિયા તરીકે જાણીતી હતી. આ પહેલા ભણશાલી આ ફિલ્મ પ્રિયંકા ચોપરા સાથે કરવાનો હતો. પરંતુ પછીથી વ્યસ્તતાનું કારણ દર્શાવીને પ્રિયંકાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. 'ઇન્શાલ્લાહ' બંધ થતા જ ભણશાલીએ આલિયાને નિરાશ ન કરતાં આ ફિલ્મ માટે ફાઇનલ કરી દીધી.

(5:07 pm IST)