ફિલ્મ જગત
News of Wednesday, 17th October 2018

MeToo અભિયાનમાં જોડાઈ ચિત્રાંગદા સિંહ: લગાવ્યો નવાજુદ્દીન પર આ આરોપ

મુંબઈ: MeToo અભિયાનમાં વધુ એક અભિનેત્રી જોડાઈ ગઈ છે. અભિનેત્રી ચિત્રાંગદા સિંહે પોતાનો કડવો અનુભવ સોશિયલ મીડિયા પર જણાવ્યો હતો. વર્ષ 2017માં ફિલ્મ બાબુમોશાય બંધૂકબાજ છોડવાનું કારણ તેનો દિગ્દર્શક હતો. દિગ્દર્શકે મને નવાઝુદ્દીન સાથે બેડ સીન કરવા જણાવ્યું હતું અને તે સમયે તેણે વાપરેલી ભાષા અભદ્ર અને અશ્લીલ હતી. તારી સાડી કાઢ, હીરોના શરીર પર ચડી જા એવી અભદ્ર ભાષામાં મને મારું દૃશ્ય સમજાવવાનો પ્રયાસ કરાયો હતો.દિગ્દર્શકે વાપરેલી ભાષા અભિનેતા નવાઝદ્દીન સિદ્દીકી મૂંગા મોંઢે સાંભળતો રહ્યો હતો. હું એક અભિનેત્રી છું કે કોઈ બીજું ? એવો સવાલ મને તે સમયે થયો હતો. મેં આ વાક્ય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને ફિલ્મ છોડીને ચાલી ગઈ હતી તે સમયે નવાઝુદ્દીને મારું સમર્થન કર્યું નહીં. જે પણ ગેરવર્તન મારી સાથે તે સમયે થયું એનાથી હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી. હું નવાઝુદ્દીન સાથે છેલ્લી ઘડીએ આવું દૃશ્ય ભજવવા અસમર્થ હતી તેમ છતાં મારી પર એ દૃશ્ય ભજવવા દબાણ થઈ રહ્યું હતું. આ દૃશ્ય ભજવવા માટે દિગ્દર્શક અને નિર્માતાઓએ મને ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના નવાઝની સામે થઈ હતી તેમ છતાં તે માત્ર તમાશો જોતો ઊભો રહ્યો હતો. એ મારું સમર્થન કરશે એવી મને આશા હતી પરંતુ તેણે તેમ ન કર્યું. અભિનેત્રી સાથે આવી રીતે વાતચીત કરવાની આ કયો પ્રકાર છે ? નવાઝે મને ટેકો ન આપ્યો તેનો જ મને રોષ છે.

(5:11 pm IST)