ફિલ્મ જગત
News of Wednesday, 17th October 2018

આયુષ્યમાન અને નુસરતની 'ગૂગલી'

આયુષ્યમાન ખુરાનાની કારકિર્દીનો ખુબ સારો સમય ચાલી રહ્યો છે. શુભ મંગલ સાવધાન, બરેલી કી બર્ફી, અંધાધુન જેવી ફિલ્મો હિટ નિવડી છે. આવતી કાલથી તેની બધાઇ હો ફિલ્મ રિલીઝ થઇ રહી છે. હવેતે રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બનનારી રોમાન્ટીક કોમેડી ફિલ્મ પણ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ 'ગૂગલી' રખાયુ છે. આયુષ્યમાન સાથે સોનુ કી ટીટૂ ફેઇમ નુસરત ભરૂચા રોમાન્સ કરશે. આયુષ્યમાન રોમાન્ટીક કોમેડી અને અલગ જ પ્લોટ ધરાવતી ફિલ્મોનો લિડર બની ગયો છે. આવા પાત્રો આયુષ્યમાન ખુબ સારી રીતે ભજવે છે અને દર્શકોને પણ આવા રોલ ગમે છે. તેની છેલ્લી ફિલ્મ અંધાધૂન પણ હિટ થઇ ગઇ છે. બધાઇ હો ફિલ્મમાં પણ આયુષ્યમાનનો હટકે રોલ છે. ગૂગલી ફિલ્મમાં તે એવા યુવાનના રોલમાં છે બોલવામાં થોડો અચકાય છે.

(9:31 am IST)