ફિલ્મ જગત
News of Thursday, 17th September 2020

બિચ્છુની સિકવલ બનાવવાની તૈયારી

બોબી દેઓલની નવી ઇનિંગ સડસડાટ આગળ વધી રહી છે. વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યા બાદ સલમાન ખાન સાથે રેસ ફિલ્મથી કમબેક કરનાર બોબી હાલમાં તો એક પછી એક વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે. આ વેબ સિરીઝ સફળ પણ થઇ રહી છે. એક સમય હતો જ્યારે બોબીની ફિલ્મોના અસંખ્ય ચાહકો હતાં. હજુ પણ તેના ચાહકો તેને સતત નવી ફિલ્મોમાં જોવા ઇચ્છતા હોય છે. આવા ચાહકો માટે બોબી દેઓલની સુપરહિટ ફિલ્મ બિચ્છુની સ્કિવલ આવી રહી છે. નિર્દેશક ગુડ્ડુ ધનોઆની આ ફિલ્મ વર્ષ ૨૦૦૦માં આવી હતી. જેમાં બોબી સાથે રાની મુખર્જી મુખ્ય રોલમાં હતી. ગુડ્ડુએ કહ્યું હતું કે બિચ્છુ મારા માટે એક ફિલ્મ કરતાં પણ કંઇક વધારે છે. લોોકો આજે પણ ટીવી અને ડિજીટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ જોઇને મને પ્રસંશાના મેસેજ કરતાં રહે છે. આથી જ મેં બિચ્છુની સિકવલ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે અને તેનું કામ કરી રહ્યો છું. કલાકારો અને પ્રોડકશન હાઉસ સાથે પણ વાત થઇ રહી છે. બિચ્છુ-૨નો પ્લોટ પણ તૈયાર છે.

 

 

(10:00 am IST)