ફિલ્મ જગત
News of Tuesday, 17th September 2019

ચાહકો હિન્દુ સમજતા હતાં એ બોલીવૂડના અનેક સુપરસ્ટાર ધરાવે છે મુસ્લિમ પરિવારો સાથે નાતો

મુંબઇ તા. ૧૭: બોલીવૂડના ટ્રેજેડી કિંગ ગણાતા દિલીપ કુમાર લોકપ્રિય અભિનેતા ઉપરાંત રાજ્યસભાના સદસ્ય પણ રહી ચુકયા છે. તેઓને ભારતીય ફિલ્મોના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અનેક ચાહકો જાણે છે કે દિલીપકુમારને  પકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-ઇમ્તિયાઝથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. દિલીપકુમારનો જન્મ પેશાવરમાં થયો હતો અને તેઓનું સાચુ નામ મોહમ્મદ યુસુફ ખાને છે.

આ રીતે બીજા એવા અનેક કલાકારો છે જેને ચાહકો હિન્દુ સમજતાં હતાં. સંજય ખાતે બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત વખતે અસલી નામ શાહ અબ્બાસ બદલીને સંજય ખાન કર્યુ હતું. જગદીપ કે જે ખુબ જાણીતા હાસ્ય કલાકાર છે તેમનું અસલી નામ ઇસ્તિયાક અહમદ જાફરી છે. નિમ્મી પચાસના દસકના ખુબ જાણીતા અભિનેત્રી હતાં. ૧૬ વર્ષની ઉમરે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. તેમનું અસલી નામ નવાબ બાનો હતું. શોલેના ગબ્બસિંહ અમઝદખાનના પિતા કે જેમનું અસલી નામ જકરીયા ખાન હતું તે બોલીવૂડમાં જયંતના નામથી જાણીતા હતાં. જયંતે હિમાલય કી ગોદ મેં, મેરા ગાંવ મેરા દેશ, દો રાસ્તે, એપ્રિલ ફૂલ સહિતની ફિલ્મો કરી હતી. રીના રોયનું અસલી નામ સાયરા અલી છે. માના શેટ્ટી જે સુનિલ શેટ્ટીના પત્નિ છે તેનું અસલી નામ માના કાદરી છે. માન્યતા દત્ત જે સંજય દત્તના પત્નિ છે તેનું અસલી નામ દિલનવાઝ શેખ છે. આજના યુવા હૈયાઓની સુપરસ્ટાર આલિયા ભટ્ટ મુળ રૂપથી મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના દાદીજીનું નામ શિરીન મોહમ્મદ અલી હતું. મીના કુમારીનો જન્મ સુન્ની પરિવારમાં મહઝબીન બાનોના નામથી થયો હતો. જોની વોકર સદાબહાર હાસ્ત અભિનેતાનું અસલી નામ બદરૂદ્ીન જમાલુદ્ીન કાઝી હતું. તબ્બુ ખુબ જાણીતી અભિનેત્રી છે, તેનું અસલી નામ તબસ્સુમ ફાતિમા હાસમી છે. અજીત બોલીવૂડમાં લાયનના નામે આજે પણ ઓળખાય છે, તેમનું અસલી નામ હામિદ અલી ખાન છે. મધુબાલા તેમની ખુબસુરતી અને અભિનય માટે જાણીતા હતાં. તેમનું અસલી નામ મુમતાઝ દેહલીવી હતું.

(3:39 pm IST)