News of Monday, 17th September 2018
ભારતીયો ફરીવાર મોટાપડદે માણી શકશે હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનિટી વોર
મુંબઈ :ચાલુ વર્ષની સૌથી સફળ હોલીવૂડ ફિલ્મ એવેન્જર્સ ઈન્ફિનિટી વોરને ભારતીય દર્શકો ફરીવાર મોટા પરદે માણી શકશે. ભારતીય દર્શકોનો અભૂતપૂર્વ આવકારને પગલે આ ફિલ્મ ઓક્ટોબરમાં ફરીવાર મોટા પરદે રિલીઝ થવા જઈ રહી છે. જો કે ફિલ્મ આ વખતે માત્ર હિન્દી ભાષામાં જ રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મે 222.69 કરોડની કમાણી કરી હતી.
(10:49 pm IST)