લોકો આ પાત્ર માટે મને હમેંશા યાદ રાખશેઃ મિતાલી
ટીવી પરદાની અભિનેત્રી મિતાલી નાગે ૨૦૧૧માં અફસર બિટીયા શોથી શરૂઆત કરી હતી. હાલમાં તે ગુમ હૈ કિસી કે પ્યાર મેં શોમાં માનસિક રીતે અક્ષમ દેવ્યાની ચોૈહાણનો રોલ નિભાવી રહી છે. નાગપુરમાં જન્મેલી મિતાલીનો ઉછેર પણ ત્યાં જ થયો છે. તે કહે છે હું ગાયીકા બનવા માટે મુંબઇ આવી હતી અને આ માટે સિંગીંગને લગતાં કેટલાક રિયાલટી શોમાં પણ ભાગ લીધો હતો. પરંતુ નસિબ તેને અભિનયની દુનિયામાં ખેંચી ગયું હતું. ગુમ હૈ કિસી કે પ્યાર મેં સિરીયલમાં દેવ્યાનીનો મારો એવો રોલ છે જેને માટે લોકો મને હંમેશાં યાદ રાખશે. આવું પાત્ર ટીવી પર કયારેક જ દેખાય છે. દેવ્યાનીનું પાત્ર ખુબ જ નિર્દોષ છે. આ પાત્ર બાળક જેવું છે. મારે ઘરે નાનો દિકરો રૂદ્રાક્ષ છે. હું મારા પાત્રને ન્યાય આપવા મારા દિકરાનું સતત નિરીક્ષણ કરત હતી. મારા રોલમાં હું તેની કેટલીક આદતોનો ઉપયોગ કરી લઉ છું.