ફિલ્મ જગત
News of Tuesday, 17th July 2018

મિનિષા લાંબાને મળ્યો ટીવી શો-'ઇન્ટરનેટ ૪જી લવ'

એક તરફ ટીવી પરદાની અભિનેત્રીઓ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે તો બીજી તરફ બોલીવૂડના સ્ટાર ટીવી પરદે આવી રહ્યા છે. આ લિસ્ટમાં હવે મિનિષા લાંબા પણ સામેલ થઇ છે. મિનિષાને ટીવી સિરીયલ 'ઇન્ટરનેટ ૪જી લવ'માં મહત્વનો રોલ મળ્યો છે. મિનિષાએ બોલીવૂડમાં કંઇ ખાસ ધમાલ મચાવી નથી, પણ હવે ટીવી પરદે તે શું કમાલ કરે છે તે જોવું રહ્યું. તેને મળેલો ટીવી શો એક લવસ્ટોરી છે. કલર્સ ચેનલ પર આ શો શરૂ થશે. મિનિષાની સાથે શિવિન નારંગ, તનિષા શર્મા પણ મુખ્ય રોલમાં છે. મિનિષા આ સિરીયલમાં દિલ્હીની માહિરા નામની યુવતિના રોલમાં છે, જે વેડીંગ પ્લાનરનું કામ કરે છે. તે લોકોની જિંદગીને પોતાના કન્ટ્રોલમાં રાખવા ઇચ્છે છે. મિનિષા કહે છે આ શોમાં લોકોને આજના યુગનો પ્રેમ જોવા મળશે.

(9:32 am IST)