ફિલ્મ જગત
News of Thursday, 17th June 2021

અભિનેતા અક્ષય કુમારે નીરુ ગામમાં સ્કૂલ બિલ્ડિંગના નિર્માણ માટે એક કરોડનું આપ્યું દાન

મુંબઈ: બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમારે ગુરુવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં નિયંત્રણ લાઇનની બાજુમાં તુલાઇલના નીરુ ગામમાં એક શાળાના મકાનના નિર્માણ માટે 1 કરોડનું દાન આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સુપરસ્ટારે ગુરુવારે બપોરે નીરુ ગામની મુલાકાત લીધા બાદ સ્કૂલ બિલ્ડિંગના નિર્માણ માટે 1 કરોડનું દાન આપ્યું હતું. નીરુ ગામની મુલાકાત દરમિયાન અક્ષય કુમારે ત્યાં તૈનાત આર્મી અને બીએસએફ જવાનોનું મનોબળ વધારવા વાત કરી હતી. ત્યાં સ્થિત બીએસએફ યુનિટ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે સ્થાનિક લોકો સાથે ડાન્સ પણ કર્યો હતો.

 

(6:58 pm IST)