દિશાએ અભ્યાસ પડતો મુકયો હતો
દિશા પટાનીએ તાજેતરમાં તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો. યુપીના બરેલીમાં જન્મેલી દિશાના પિતા જગદિશસિંહ પોલીસ અધિકારી છે. તેના માતા હેલ્થ ઇન્સ્પેકટર છે. પણ દિશાને ગ્લેમર વર્લ્ડ પ્રત્યે આકર્ષણ હતું. આ કારણે તેણે પોતાનો અભ્યાસ પણ અધુરો છોડી દીધો હતો. જો કે અહિ મળેલી સફળતાને કારણે તેને અભ્યાસ છોડવાનો રંજ નથી. દિશાની મોટી બહેન ભારતીય સેનામાં ફરજ બજાવે છે. દિશાએ એન્જિનિયરિંગનો અભ્યાસ બરેલીમાં કર્યો હતો. એ પછી અમેટી યુનિવર્સિટીમાં એડમિશન લીધુ અને હતું અને બી.ટેક શરૂ કર્યું હતું. પરંતું અભિનયમાં કારકિર્દી બનાવવા તેણે અભ્યાસ પડતો મુકી સોૈ પહેલા તેલુગુ ફિલ્મ કરી હતી. ૨૦૧૫માં આવેલી એ ફિલ્મ પછી તેને હિન્દી ફિલ્મ એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરીમાં કામ મળ્યું હતું. ત્યાર બાદ તેણે બાગી, ભારત, મલંગ સહિતની ફિલ્મો કરી છે. છેલ્લે સલમાન ખાન સાથે રાધેમાં મુખ્ય ભુમિકામાં દેખાઇ હતી. દિશાનું નામ ટાઇગર શ્રોફ સાથે જોડાતું રહે છે. પરંતુ બંનેએ જાહેરમાં કદી રિલેશનશીપ સ્વીકારી નથી. દિશા આગામી ફિલ્મોને કારણે પણ ચર્ચામાં છે.