વરૂણ બદલાઇ ગયો છેઃ ક્રિતી સેનન
અભિનેત્રી ક્રિતી સેનન બોલીવૂડની વ્યસ્ત સ્ટારના લિસ્ટમાં સામેલ છે. હાલમાં તે વરૂણ ધવન સાથેની ફિલ્મ ભેડિયાને કારણે ચર્ચામાં છે. જો કે આ ફિલ્મનું ધમધોકાર શરૂ થયેલુ શુટીંગ કોવિડને કારણે અટકાવવું પડ્યું હતું. અગાઉ વરૂણના લગ્નને કારણે પણ શુટીંગ અટકાવાયું હતું. ક્રિતી સેનને કહ્યું હતું કે વરૂણ લગ્ન પછી બદલાયો છે. તે પહેલા કરતાં વધુ સમજદાર બની ગયો છે. વરૂણે પોતાની બાળપણની દોસ્ત નતાશા દલાલ સાથે લગ્નજીવન શરૂ કર્યુ છે. વરૂણ હવે પછી ફિલ્મ ઇક્કીસમાં કામ કરવાનો છે. જે અસલી જિંદગી પર આધારીત છે. વરૂણ પેલી જ વખત કોઇ બાયોપીકમાં કામ કરતો જોવા મળશે. આ માટે તે ખુબ તૈયારી કરી રહ્યો છે. બીજી તરફ ક્રિતી પણ અનેક પ્રોજેકટના કામમાં વ્યસ્ત છે. ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મ હીરોપંતીથી શરૂઆત કરનાર ક્રિતી વધુ એક વખત ટાઇગર સાથેની ગણપતમાં દમદાર ભુમિકામાં જોવા મળશે. દિલવાલે પછી ભેડિયામાં ક્રિતી વરૂણ સાથે બીજી ફિલ્મ કરી રહી છે.