ફિલ્મ જગત
News of Friday, 17th May 2019

પ્રોડ્યુસર તરીકે મારી પાસે ખુબ સારા પ્રોજેકટઃ અનુષ્કા

શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'ઝીરો'ની નિષ્ફળતા પછી અનુષ્કા શર્મા ફિલ્મથી હાલમાં દૂર છે. તેણે ઝીરો પછી એકપણ ફિલ્મ સાઇન કરી નથી. અનુષ્કાએ ફિલ્મ શા માટે સાઇન નથી કરી? તે અંગે કહ્યું હતું કે પાછલા કેટલાક વર્ષમાં હું ખુબ જ વ્યસ્ત રહી હતી. મને જેટલા પણ રોલ મળ્યા હતાં તે મારી પાસે ખુબ જ આશા રાખી રહ્યા હતાં. પરંતુ સારા રોલ માટે તમારે વિચારવાની અને પછી તેમાં કામ કરવું કે નહિ? તેનો નિર્ણય લેવાની જરૂર હોય છે. આ માટે ખુબ તૈયારી પણ કરવી પડતી હોય છે. આજે હું એ સ્થાન પર પહોંચી ગઇ છું જ્યાં માત્ર ખાલી સમયની ભરપાઇ કરવા ફિલ્મો કરવાની જરૂર નથી. અનુષ્કા કહે છે એક પ્રોડ્યુસર તરીકે પણ મારી પાસે ખુબ સારા પ્રોજેકટ છે અને અમે ખુબ શાનદાર કામનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યાર સુધી મેં જે કામ કર્યુ છે તેનાથી હું ખુશ છું.

(9:55 am IST)