ફિલ્મ જગત
News of Thursday, 17th May 2018

પહેલા સિંઘમ- 3 બનાવીશ પછી કોઈ બીજી ફિલ્મ બનાવીશ :રોહિત શેટ્ટી

મુંબઈ : હાલ રોહિત શેટ્ટી સિમ્બા નામની ફિલ્મમાં વ્યસ્ત છે અને એ પૂરી થાય એટલે સૌ પ્રથમ એ સિંઘમ-3નું કામ શરૂ કરવાનો છે. રોહિતે સ્પષ્ટ જણાવી દીધું છે કે સૌ પહેલા સિંઘમ-3 જ બનશે અને પછી બીજી કોઇ ફિલ્મ બનાવીશ. વચ્ચે અફવા ફેલાઇ હતી કે સિંઘમ-3માં સન્ની દેઆેલ મુખ્ય રોલ કરશે, પણ રોહિતે સ્પષ્ટતા કરી દીધી છે કે સિંઘમમાં અજય સિવાય અન્ય કોઇ હીરો નહી બને.
  રોહિત શેટ્ટીની ગોલમાલ અને સિંઘમ બંને ફિલ્મોની શ્રેણી ખૂબ લોકપ્રિય રહી છે. આ બંને શ્રેણીએ પોતાના મિત્ર અજય દેવગન સાથે બનાવવાનું પસંદ કરે છે. ગોલમાલનો ચોથો ભાગ 2017માં રજૂ થયો હતો અને સિંઘમ રીટન્ર્સ 2014માં રજૂ થઇ હતી. હવે સિંઘમ-3ની સહુ રાહ જોઇ રહ્યા છે.

(7:31 pm IST)