ફિલ્મ જગત
News of Thursday, 17th May 2018

ફરી એકવાર સાથે કામ કરશે અમિતાભ અને તાપસી

મુંબઇ: અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફરી સાથે કામ કરતા જોવા મળશે. આ વખતે આ જોડી એક થ્રલર ફિલ્મમાં કામ કરશે, જેનું શૂટિંગ જુન મહિનાના મધ્યમાં થવાની વકી છે. ''અમિતાભ અને તાપસી 'બદલા ફિલ્મમાં કામ કરશે.આ ફિલ્મનું દિગ્દ્રશન સુજોય ઘોષ  કરવાના છે. આ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ હશે . જે તાપસી અને તેના બિઝનેસમેન લવરની આસપાસ ફરતી હશે. ભૂતકાળમાં સુજોય અને અમિતાભે તીન તેમજ અલ્લાદીન જેવી ફિલ્મો સાથે કરી છે, તેમ સૂત્રે જણાવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ લંડન અને સ્કોટલેન્ડમાં કરવામાં આવશે. આ ફિલ્મના શૂટિંગ માટે એક મહિનાનું શેડયુલ રાખવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચન આ વયે પણ એક પછી એક ફિલ્મો સાઇન કરતા જાય છે. તેમણે કારકિર્દીમાં વિવિધ પાત્રો પર હાથ અજમાવ્યો છે.

 

 

(3:04 pm IST)