ફિલ્મ જગત
News of Wednesday, 17th April 2019

બાલાજીના આગામી વેબ શો બારિશ માટે આશા નેગી સાઈન

મુંબઇ: ટીવી સ્ટાર આશા નેગીએ કહ્યું હતું કે મને ઓલ્ટ બાલાજીના આગામી વેબ શો બારિશ માટે સાઇન કરવામાં આવી છે અને મને એની સ્ટોરી ગમી જતાં મેં આ વેબ સિરિઝ સ્વીકારી લીધી હતી.એણે કહ્યું હતું કે અત્યાર અગાઉ પણ મને ઓલ્ટ બાલાજી તરફથી એક બોલ્ડ વિષયના શોની ઑફર મળી હતી પરંતુ હજુ હું બોલ્ડ સબ્જેક્ટ માટે તૈયાર નહીં હોવાથી મેં એ ઑફર જતી કરી હતી.'મેં કરેલા બે શોને ધારી સફળતા ન મળતાં હું થોડી ડિપ્રેસ થઇ ગઇ હતી અને લગભગ બે વર્ષ સુધી કોઇ નવી ઑફર સ્વીકારી નહોતી. થોડા સમય માટે મેં બ્રેક લીધો હતો. હું કેમ સફળ નથી થતી એ મને સમજાતું નહોતું. મેં મારી પ્રતિભાને મઠારવા એક એક્ટિંગ ક્લાસ પણ જોઇન કરેલા અને તૈયારી સારી એવી કરી હતી' એમ આશાએ કહ્યું હતું. એણે કહ્યું કે તમે આ મનોદશાને ડિપ્રેસન કરી શકો છો કારણ કે થોડા સમય માટે મને એવું લાગ્યું હતું કે હું કશું નહીં કરી શકું. એક પ્રકારની હતાશા મારા પર સવાર થઇ ગઇ હતી. જો કે મારા પરિવારે અને પારિવારિક દોસ્ત કહેવાય એવા ઋત્કિવક ધન્જાનીએ મને સપોર્ટ કર્યો અને હું સવેળા ડિપ્રેસનમાંથી બહાર આવી ગઇ.એણે ઉમેર્યું હતું કે હું મુંબઇમાં નવી નવી આવી ત્યારે મારે સદ્ભાગ્યે બહુ સંઘર્ષ કરવો પડયો નહોતો. બ્રેક દરમિયાન મને લાગ્યું કે થોડોક સંઘર્ષ જરૃરી હતો. એટલે લીધેલો બ્રેક મને સજ્જ થવામાં કામ લાગ્યો હતો.

(6:02 pm IST)