ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

ડાન્સ આધારિત ફિલ્મમાં જોડી જામશે સુશાંત-કૃતિની

મુંબઇ:  ૧૯૮૭માં રિલીઝ થયેલી હોલીવૂડ કલ્ટ ફિલ્મ ડર્ટી ડાન્સિંગની રિમેક બનાવાના પ્રયાસ થઇ રહ્યા છે. આ ફિલ્મમાં કામ કરવા માટે પહેલા ટાઇગર અને દિશા પટાણીને ઓફર ાપવામાં આવી હતી. પરંતુ બન્ને પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી તેમણે આ ફિલ્માં કામ કરવાનો ઇનકાર કરી દીધો. હવે નિર્માતા સુશાંત સિંહ રાજપૂત અને કિત્તી સેનોનનો સંપર્ક સાધ્યો છે. જોકે હાલ ડર્ટી ડાન્સિંગની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. મૂળ ફિલ્મના પ્લોટમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં તેમ પણ સૂત્રે જણાવ્યું હતું. સુશાંત અને કિર્તી બન્ને સારા ડાન્સર હોવાથી આ જોડી ફિલ્મ માટે  ઉત્તમ ગણાઇ રહી છે. જોકે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો બધુ સમુસૂથરું પાર પડશે તો આવતા વરસે આ ફિલ્મનું શૂટિંગ શરૃ થાય તેવી શક્યતા છે.

 

 

(4:51 pm IST)