ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

દીનાનાથ મંગેશકર એવોર્ડઝ્થી સન્માનિત થશે અનુપમ ખેર-આશા ભોંસલે

મુંબઇ: અભિનેતા અનુપમ ખેર અને આવરદાના નવમા દાયકામાં પણ હજ્જારો સંગીતરસિકોને ડોલાવતી ગાયિકા આશા ભોંસલેનાં નામો ચાલુ વર્ષના દીનાનાથ મંગેશકર એવોર્ડઝ્ની યાદીમાં ચમક્યાં હતાં. સ્વર કિન્નરી લતા મંગેશકર અને આશા ભોંસલેના પિતા દીનાનાથ મંગેશકરની સ્મૃતિમાં દર વરસે વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રની સેલેબ્રિટીઝને કલાકારના એેવોર્ડ દ્વારા બિરદાવવામાં આવે છે. ૨૪ એપ્રિલે યોજાનારા ૭૬મા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં ફિલ્મ સૃષ્ટિમાં અનેરા પ્રદાન બદલ સિનિયર અભિનેતા અનુપમ ખેરને સ્પેશિયલ એવોર્ડ અપાશે જ્યારે આશા ભોંસલેને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવશે. સરોદ સમ્રાટ અમજદ અલી ખાનને પણ સંગીતના ક્ષેત્રે વિરલ પ્રદાન માટે એવોર્ડ એનાયત કરાશે. એવોર્ડ એનાયત થઇ ગયા બાદ કથક સમ્રાટ બિરજુ મહારાજ અને શાશ્વતી સેન કથક નૃત્ય રજૂ કરશે

 

 

(4:49 pm IST)