ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

'ધડક'નું શૂટિંગ થયું પૂરું

મુંબઇ: શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર તથા શાહિદ કપૂરના સાવકા ભાઇ ઇશાન ખટ્ટરની પહેલી ફિલ્મ ધડકના શૂટિંગની સોમવારે પૂર્ણાહુતિ થઇ હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી. ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મનું ડાયરેક્શન શશાંક ખૈતાને કર્યું ંછે. જાહ્નવીની ઉત્કટ ઇચ્છા હતી કે પોતાની માતા ફિલ્મ જોઇને રાજી થાય. પરંતુ ફિલ્મ પૂરી થઇને રજૂ થાય પહેલાં શ્રીદેવીએ ચિરવિદાય લીધી હતી. હવે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કાર્ય શરૃ થશે.જાહ્નવી અને સારા અલી ખાન બંનેની કારકિર્દી લગભગ સાથે શરૃ થઇ હતી. પરંતુ સારાની પહેલી ફિલ્મ અભિષેક કપૂરની કેદારનાથ પ્રોડયુસર અને ડાયરેક્ટર વચ્ચેના અણબનાવના કારણે અટકી પડી હતી. એને પણ કરણ જોહરે પોતાની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બામાં સાઇન કરી હતી. આમ અત્યારે તો જાહ્નવી અને સારા બંને માટે કરણ જોહર ગૉડફાધરના રોલમાં છે એમ કહી શકાય. શશાંકે બંને મુખ્ય કલાકારોને આલિંગન આપ્યું છે એવો એક ફોટોગ્રાફ જાહ્નવીએ સોશ્યલ મિડિયા પર શૅર કર્યો હતો અને લખ્યું હતું કે હવે હું ઘેર જાઉં છું...ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. ધડકનું શૂટિંગ રાજસ્થાન અને કોલકાતામાં થયું છે.

(4:49 pm IST)