ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

હું નાની ફિલ્મો બનાવતાં ખુબ ડરુ છું: રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી ધમાકેદાર મસાલાથી ભરપુર મનોરંજક ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. અજય દેવગણ, શાહરૂખ ખાનને લઇને તેણે કોમેડી એકશન પેકડ ફિલ્મો આપી છે. હવે તે રણવીરસિંહને લઇને સિમ્બા નામની ફિલ્મ બનાવી રહ્યો છે. રોહિતે કહ્યું હતું કે મને નાની ફિલ્મો બનાવવામાં મોટો ડર લાગ છે. હું નાની ફિલ્મો બનાવવાનું વિચારી જ શકતો નથી. મારી ફિલ્મો હમેંશા મોટી હોય છે. લાર્જર ધેન લાઇફ...ની જેમ હું કદી નાની ફિલ્મો બનાવી શકુ નહિ. મારો એક ખાસ દર્શક વર્ગ છે તેને મારી ફિલ્મો પાસેથી મસાલા અને મનોરંજનની ખુબ આશા હોય છે. મારી પાસે મોટી ગાડીઓ છે, તમામ સુખ સુવિધા છે...આ બધુ મને મધ્યમ વર્ગીય દર્શકો પાસેથી મળ્યું છે. આ લોકો પોતાનો દસ ટકા ખર્ચ મારી ફિલ્મો પાછળ કરતાં હોય છે. આથી મારી પણ જવાબદારી છે કે હું સારી ફિલ્મો આપું. દર્શકો સાથે હું દગાખોરી કરી શકુ નહિ.

(10:08 am IST)