ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

પિતા સાથે કામ કરવાની તક મળી ગઇ આથિયાને

સુનિલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટીએ બોલીવૂડમાં ભલે વધુ ફિલ્મો કરી ન હોઇ પરંતુ પણ તેને ઓળખ મળી ચુકી છે. છેલ્લે તે અર્જુન કપૂર સાથે ફિલ્મ મુબારકામાં જોવા મળી હતી. હાલમાં આથિયા પાસે નવી કોઇ ફિલ્મ નથી. તે અભિનય કરવા ઉપરાંત એક એનજીઓ પણ સંભાળી રહી છે. તે મહિલા સશકિતકરણનું કામ કરે છે. આ કામમાં હવે તેના પિતા પણ જોડાયા છે. આથિયા અને સુનિલ શેટ્ટીએ સાથે મળી એક વિડીયો બનાવ્યો છે. જેમાં છોકરીઓને શિક્ષણ આપવા બાબતે જાગૃતિ ફેલાય તેવો સંદેશો છે. આથિયાને પિતા સાથે કામ કરવા મળતાં તે ઉત્સાહિત છે. તેને પિતા સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. પણ હાલ વિડીયોમાં કામ કરવાની તક મળી ગઇ છે.

(10:07 am IST)